પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઅંતર્ગત પ્રઘાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓને માસ એપ્રિલ-ર૦ર૦, મે-ર૦ર૦ તથા જુન-ર૦ર૦ એમ ત્રણ માસનું ગેસ રીફીલીંગ ફ્રી (વિનામૂલ્યે) આપવાનું સરકારે જાહેર કરેલ છે. જે મુજબ PMUY (પ્રઘાનમંત્રી ઉજજવલા યોજના) ના લાભાર્થીઓએ પોતાના સીલીન્ડરની રીફીલીંગ માટેની બુકીંગ ઓનલાઇન કરાવવાની રહેશે. જે IVRS, mobile App, Whatsapp, Pay TM વિગેરેથી કરી શકશે. વિશેષ માહિતીની જરૂરીયાત જણાયે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. જે લાભાર્થી કે તેમના કુટુંબના કોઇ પણ સભ્ય પાસે મોબાઇલ ન હોય તેઓ પોતાની એજન્સી પાસે ઉપલબ્ઘ નિયત ફોર્મ ભરીને આ ફ્રી રીફીલીંગ માટેની રીકવેસ્ટ કરી શકશે. અને નિયમોનુસાર લાભ મેળવી શકશે. 

જે લાભાર્થીઓ પાસે મોબાઇલ છે તેમણે ફ્રી રીફીલીંગનો લાભ મેળવવા માટે ઉપર મુજબ ઓનલાઇન બુકીંગ કરાવવું ફરજીયાત છે. ઓનલાઇન બુકીંગ કરાવવાથી જયારે ઓનલાઇન બુકીંગ કન્ફર્મ થશે ત્યારે લાભાર્થીના જે બેંક ખાતું તથા આઘારકાર્ડ લીંક હશે તે ખાતામાં રીફીલીંગ અંગેની રકમ જમાં થશે. જેથી બેંક એકાઉન્ટ અને આઘાર લીંક હોવું જોઇએ. આ માટે કોઇ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો OMC ના હેલ્પલાઇન ઉપરથી વિશેષ માહિતી મેળવી શકશે તેમજ જો એડવાન્સ રકમ જમાં ન થાય તો તેવા કિસ્સામાં પોતાની એજન્સીનો સંપર્ક કરીને / OMCની હેલ્પલાઇન ઉપરથી તે અંગેના કારણો જાણી શકાશે અને પ્રશ્નનું નિરાકરણ થઇ શકશે.

આ યોજના હેઠળ લાભાર્થીને દર માસે કસ્ટમર દીઠ ૧૪.ર કિ.ગ્રા.નું એક સીલીન્ડર મળવાપાત્ર રહેશે અને આખી યોજના દરમ્યાન ૩ સીલીન્ડર ફ્રી (વિનામૂલ્યે) મળવાપાત્ર રહેશે. જો ૫ કિ.ગ્રા.નું સીલીન્ડર હોય તો મહિનામાં ૩ અને આખી યોજના દરમ્યાન કુલ ૮ સીલીન્ડર મળશે. મળવાપાત્ર લાભની રકમ લાભાર્થીઓના એકાઉન્ટમાં એડવાન્સ જમા થઇ જશે જેથી જયારે ડીસ્ટ્રીબ્યુટર એજન્સી તરફથી સીલીન્ડરની ડીલીવરી લાભાર્થીને મળે ત્યારે નિયમો મુજબની રીસીપ્ટ ડીલીવરીમેન આપશે જેટલી રકમ રોકડમાં સબંઘિત એજન્સીના ડીલવરીમેનને ચુકવવાની રહેશે અને રીસીપ્ટમાં જરૂરી સહી પણ તે લાભાર્થી ઘ્વારા કરી આપવાની રહેશે તેવું જિલ્લા પુરવઠા અઘિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here