હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી ગ્રસ્ત છે. દેશમાં આ પણ આ વાયરસ ના સંક્રમણને ફેલાતો રોકવા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર અનેકવિધ યોજના અને આયોજનો અમલી બનાવી સઘન અને સુચારૂ કામગીરી બજાવી રહી છે. આ માટે જ હાલ સમગ્ર દેશમાં અમલી એવા લોકડાઉનના સપૂર્ણ અમલીકરણ થકી આ વાયરસની મહામારીને નાથવા રાજય સરકાર કટ્ટીબધ્ધ છે. 

કોરોનો વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટેની એક માત્ર અસરકારક કાર્યવાહી લોકડાઉનના સંપૂર્ણ  અમલીકરણ માટે તમામ પ્રવૃતીઓ બંધ કરી લોકોને ઘરમાંજ રહેવાની અપીલ વડાપ્રધાનશ્રી નરેનદ્રભાઇ મોદી દ્વારા કરાઇ છે. 

આ લોકડાઉનના અમલીકરણ દરમિયાન કોઇપણ નાગરિક ભુખ્યો ન રહે તે માટે રાજય સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ અનાજ અને ખાદ્ય સામગ્રીનું ઘર આંગણે વિતરણ ચાલી રહ્યું છે.

 સંવેદનશીલ અને નિર્ણાયક રાજય સરકાર દ્વારા ખાસ એવા શ્રમીક લોકો કે જેઓ નિરાધાર, વિધવા કે કુટુંબ વિહોણા હોય તથા તેઓ પાસે રાશનકાર્ડ સૃધ્ધાં ન હોય આમ છતાં તેવા લોકોને પણ અનાજ પુરવઠો મળી રહે તેવા માનવીય અભિગમને અપનાવી અન્ન બહ્મ યોજનાઅમલી બનાવી છે. 

આ યોજનાના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપતાં મેહુલનગર ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા શ્રી એમ.એમ.રાઠોડ જણાવે છે કે આ યેાજના માટે પહેલા સર્વે કરી આ યોજના અંતર્ગત આવતા વ્યક્તિઓની યાદી બનાવાય હતી. જે અન્વયે આ તમાામ લોકોને જાણ કરી તેઓને અનાજનો પુરવઠો આજરોજ તા.૬ એપ્રીલથી આપવાનું શરૂ કર્યું છે. આ યોજના અન્વયે વ્યક્તિ દીઠ સાડાત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા તથા કુટૂંબ દીઠ  એક કિલો ખાંડ, એક કિલો દાળ તથા એક કિલો મીઠું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.  અમોએ દરેક લાભાર્થી વ્યક્તિને જાણ કરી બાલાવી તેઓને આજરોજ આ યોજના હેઠળ અનાજનું વિતરણ થઇ જાય તેવું સઘન આયોજન કરેલ છે. જે અન્વયે કુલ ૧૫૦ કુટુંબના ૭૦૫ લોકોને આ ભાલ મળવાપાત્ર થશે. ખાસ કરીને અન્ય રાજયમાંથી આવતા શ્રમિક લોકો કે જેઓ દૈનિક મજુરી કરી ગુજરાન ચલાવે છે તેવા ગરીબ અને નિરાધાર પરિવારો માટે આ યોજના હાલની આ વિકટ પરિસ્થિતીમાં ખરા અર્થમાં અન્નપૂર્ણા સમી બની રહી છે. 

બંગાળ કલકત્તાથી મજુરી કરી પેટયું રળવા અવેલા શેખ આલમ અલીએ ગદગદીત થઇ સરકારની આ સહાય અંગે આભાર વ્યકત કરતાં જણાવ્યું કે કોરોના મહામારીને કારણે હાલ મજુરી પણ બંધ છે આવક તો શાની હોય, આવા કપરા સમયે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમારી દરકાર કરી. રાશનકાર્ડ કે કાયમી વસવાટનું કોઇ રહેઠાણ ન હોવા છતાં અમારી માહિતી મેળવી કાર્ડ વગર પણ વિનામુલ્યે અનાજ આપી સરકારે અમારા કુટુંબની ભુખને સંતોષી છે ખરેખર ખુબજ સારી વ્યવસ્થા છે. આ સારી અને સુચારૂ વ્યવસ્થાને કારણે અમે વતનથી આટલા દુર હોવા છતાં સલામતીનો અહેસાસ થાય છે. આવા તો રૂખસારબેન, ઇબ્રાર અહેમદ, કેશવરામ જેાવ અનેક લાભાર્થીઓએ લાભ મળતાં  રાહત સાથે સુરક્ષા અને સલામતીનો અહેસાસ કર્યો છે. 

રાજકોટના શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ધોમધખતા તડકામાં પણ અતી પછાત અને છુટક મજૂરી પર નભતા અનેક કુટુંબોને આવા વિકટ સમયે ઘર આંગણે અનાજ પુરૂ પાડવાની કામગીરી બજાવતાં કોટડાસાંગાણી તાલુકાના નાયબ પુરવઠા મામલતદારશ્રી સી.જી.પરખીયાએ યોજનાની વિગત આપતાં  જણાવ્યું કે મુખ્યત્વે ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા ૩૬૫ કટુંબોના ૧૨૭૪ લોકો લોકાડાઉનને કારણે મજુરી બંધ થતાં અનાજ કરીયાણાની મુશ્કેલી અનુભવતા હતાં. જેઓની તાલુકા પંચાયતના તલાટી મંત્રી, બી.એલ. ઓ. તથા અન્ય સ્ટાફની ૪૫ જણાની ટીમ બનાવી સર્વે કરીને તૈયાર કરેલ યાદી મુજબ દરેક લાભાર્થીને અન્ન બહ્મ યોજના અંતર્ગત મળવાપાત્ર અનાજનો પુરવઠો તેઓના ઘરઆંગણે જ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. આ અનાજ સહાય વિતરણ  કરતાં લોકોના અહોભાવપૂર્ણ લાગણીથી અમને સૌને પણ આત્મ સંતોષની લાગણીનો અહેસાસ થયો છે.          

આવીજ કંઇક મુશ્કેલ સમયની વ્યથા ઠાલવતા શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં રહી કારખાનામાં છુટક  મજુરી કરી કુટુંબના કુલ પાંચ સભ્યોનું ગુજરાન ચલાવતા આલજીભાઇ રાઠોડે જણાવ્યું કે ચોવીસ કલાક ધમધમતા આ શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં અમારા જેવા અનેક કુટુંબો મજુરીકામ કરી નભે છે. પરંતુ લોકડાઉનને કારણે કારખાનાઓ બંધ થતાં છુટક મજુરી ન મળતાં ભુખમરો સામે મોં ફાડીને ઉભો દિસતો હતો. પરંતુ ભલાઇ સરકારની કે અમારી દરકાર કરી ઘરબેઠા અનાજ પુરૂ પાડી અમને જીવતદાન આપ્યું છે. રાજય સરકારની અન્ન બહ્મ યોજના થકી અમારા જેવા અનેક કુટુંબો આ કપરા કાળમાં સરળતાથી ઉગરી જશે. 

રાજકોટ જિલ્લામાં અન્ન બ્રહમ યોજના જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી પૂજા બાવડા અને  પુરવઠા વિભાગનો સ્ટાફ ઉપરાંત જિલ્લાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મહેસુલી અને પંચાયતના તલાટી, શિક્ષકો,પોલીસના કર્મચારીઓ વગેરે સંભાળી રહ્યા છે. રાજકોટ શહેરમાં સસ્તા અનાજની દુકાનો પર મોનીટરીંગ માટે બી.એલ.ઓ. પણ મુકવામાં આવ્યા છે.  

શ્રી પૂજા બાવડાએ જણાવ્યું કે જિલ્લામાં આશરે ૭૫૦૦ જેટલા કુટુંબોના ૩૦ હજાર જેટલી વ્યકિતઓ છે.  આ અન્ન બ્રહમ યોજના હેઠળ રાજકોટ શહેરની ૪૩ જેટલી સસ્તા અનાજની દુકાનેથી અનાજનું વિતરણ થઇ રહ્યું છે. જયારે જિલ્લામાં આવા પરિવારોને ડોર સ્ટેપ ડીલીવરી કરવામાં આવી રહી છે. આમ અન્ન બહ્મ યોજના એ રાજયના ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંતના શ્રમિકો, રેશન કાર્ડ ન ધરાવતા, અત્યંત ગરીબ, નિરાધાર લોકો માટે ખરા અર્થમાં અન્નપૂર્ણા સમી પુરવાર થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here